શનિવાર, 17 ઑગસ્ટ, 2024

રાષ્ટ્રીય પ્રતીકો - બંધારણ વનલાઈનર પ્રશ્નો | One liner quiz of constitution in gujarati with answers

  1.  વર્તમાન રાષ્ટ્રીય ધ્વની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? - મેડમ ભિખાઈજી કામા
  2. સ્વતંત્રતા પછી બંધારણસભા દ્વારા નીમવામાં આવેલી “ઝંડા સમિતિ”ના અધ્યક્ષ કોણ હતા ? - જે.બી. કૃપલાણી
  3. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણસભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો? - 22 જુલાઈ,1947
  4. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવામાં આવેલ છે ? - સારનાથ ખાતેના અશોક સ્તંભમાંથી
  5. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાંનું “સત્યમેવ જ્યતે” સૂત્ર શામાંથી લેવામાં આવ્યું છે ? - મુંડુકોપનિષદ
  6. ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ-પહોળાઈનું માપ શું છે ? - 3:2
  7. “સત્યમેવ જ્યતે” સૂત્રની લિપિ કઈ છે ? - દેવનાગરી
  8. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ? - 26 જાન્યુઆરી,1950
  9. સત્યમેવ જ્યતે' રાષ્ટ્રીય પ્રતીકમાં ક્યાં અંકિત છે ?- સૌથી નીચે
  10. રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા કેટલી છે ? - ચાર
  11. ભારતીય રાષ્ટ્રધ્વજમાં કેટલા આરા છે ? - 24
  12. ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો?- લાહોર અધિવેશન
  13. રાષ્ટ્રીય ધ્વજના કેન્દ્રમાં અંકિત 24 આરા શું દર્શાવે છે ?- 24 ક્લાક
  14. રાષ્ટ્રીય ધ્વમાં સફેદ રંગ શાનું પ્રતીક છે ? - શાંતિનું
  15. રાષ્ટ્રીય ધ્વમાં કેસરી રંગ શાનું પ્રતીક છે ? - શક્તિનું
  16. રાષ્ટ્રીય ધ્વમાં લીલો રંગ શાનું પ્રતીક છે ? - સમૃદ્ધિનું
  17. રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં રહેલા આરાનો રંગ કેવો છે ?- ઘેરો વાદળી
  18. ભારતનું રાષ્ટ્રગાન (National Anthem) કયું છે ?- જન-ગણ-મન
  19. ભારતનું રાષ્ટ્રગાન કોના દ્વારા રચાયેલું છે ?- રવીન્દ્રનાથ ટાગોર
  20. સમગ્ર રાષ્ટ્રગાનમાં કેટલા પદ છે અને તે કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ ? - 5 પદ, 52 સેન્ડ

Ads on article

Advertise in articles 1

advertising articles 2

Advertise under the article